છોટાઉદેપુરના નસવાડીમાં 79માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારીઓ
છોટાઉદેપુરના નસવાડીમાં 79માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારીઓ
Published on: 07th August, 2026

આગામી 15મી ઓગસ્ટે દેશભરમાં ઉજવાનારા 79માં સ્વાતંત્ર્ય પર્વની નસવાડી તાલુકા કક્ષાની મુખ્ય ઉજવણી જામલી પ્રાથમિક શાળાના નવીન કેમ્પસ ખાતે યોજાશે. કાર્યક્રમને ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવા જિલ્લા અને તાલુકા તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જેમાં મંચ, બેઠક વ્યવસ્થા, સુશોભન, સફાઈ, વીજળી, સાઉન્ડ સિસ્ટમ, પીવાના પાણી અને પાર્કિંગ જેવી તમામ સુવિધાઓ પર યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. મામલતદાર ધ્વજવંદન કરશે, જેમાં ગાર્ડ ઓફ ઓનર, રાષ્ટ્રગાન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન પણ થશે.