'બોસ સ્કેમ'માં ૫૦ લાખની છેતરપિંડી
'બોસ સ્કેમ'માં ૫૦ લાખની છેતરપિંડી
Published on: 25th August, 2026

વડોદરાના ડભાસા સ્થિત સુપરટેક ફેબ્રિક કંપનીના એકાઉન્ટન્ટ સાથે 'બોસ સ્કેમ' દ્વારા ૫૦ લાખની ઠગાઇ થઇ હતી. આ મામલે પોલીસે આસામની એક કંપનીના ડિરેક્ટરની ધરપકડ બાદ ઉત્તર પ્રદેશના કાનપુરથી બીટેક કરેલા ૨૮ વર્ષીય અખિલેશસિંહ રાજાવતની ધરપકડ કરી છે. અખિલેશ, કૌભાંડીઓ માટે મ્યૂલ એકાઉન્ટ શોધવાનું કામ કરતો હતો. પોલીસે તેને પાદરા કોર્ટમાં રજૂ કરી છ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. કાનપુર નજીકના સચેડી ગામના ૮૦% યુવાનો આવા ગુનામાં સામેલ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.