અમરેલી જિલ્લાના બે મુખ્ય માર્ગો માટે ₹2,502 કરોડની ફાળવણી.
અમરેલી જિલ્લાના બે મુખ્ય માર્ગો માટે ₹2,502 કરોડની ફાળવણી.
Published on: 05th October, 2026

કેન્દ્ર સરકારે અમરેલી જિલ્લાના બે મહત્વપૂર્ણ માર્ગો માટે ₹2,502 કરોડની માતબર રકમ મંજૂર કરી છે. નાગેશ્રીથી ચોટીલા સુધીના 196 કિમી લાંબા માર્ગ માટે ₹2,125 કરોડ અને બગસરાથી જેતપુર સુધીના માર્ગ માટે ₹377 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ હાઇબ્રિડ એન્યુઇટી મોડ પર પેવ્ડ શોલ્ડર્સ સાથે બે-લેન માર્ગ, અમરેલી બાયપાસ, જસદણ-આટકોટ-બાબરા સેક્શન અને ચોટીલા શહેર વિસ્તારમાં ચાર-લેન માર્ગનું અપગ્રેડેશન થશે. તેનાથી અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગર વચ્ચે કનેક્ટિવિટી મજબૂત બનશે, તેમજ ટ્રાફિક ભારણ ઘટશે.