૧૯ કિમીમાં પાંચ CCTV બંધ: ૧૧ હિટ એન્ડ રનના આરોપી શોધવામાં પોલીસને ભારે મુશ્કેલી પડી રહી છે.
૧૯ કિમીમાં પાંચ CCTV બંધ: ૧૧ હિટ એન્ડ રનના આરોપી શોધવામાં પોલીસને ભારે મુશ્કેલી પડી રહી છે.
Published on: 06th April, 2026

વડોદરા કપુરાઈ પોલીસ સ્ટેશન હદમાં સુંદરપુરા પાટિયાથી દરજીપુરા ચોકડી સુધીના ૧૯ કિમી હાઈવે પર અકસ્માતો થાય છે, જેમાં હિટ એન્ડ રનના કેસ વધ્યા છે. આ હાઈવે પર માત્ર ૫ CCTV કેમેરા છે, જે છેલ્લા ૮ મહિનાથી બંધ છે. CCTV બંધ હોવાના કારણે પોલીસને ગુના ઉકેલવામાં તકલીફ પડે છે. કપુરાઈ પોલીસ દ્વારા NHAI ને જાણ કરવા છતાં CCTV જૈસે થે છે.