Porbandar: એરપોર્ટ નજીક બે બાઇક અથડાતા 3 લોકોના કરુણ મોત, અકસ્માતથી વિસ્તારમાં શોકનું મોજુ.
Porbandar: એરપોર્ટ નજીક બે બાઇક અથડાતા 3 લોકોના કરુણ મોત, અકસ્માતથી વિસ્તારમાં શોકનું મોજુ.
Published on: 06th April, 2026

પોરબંદર એરપોર્ટ રોડ પર બે મોટરસાયકલની ટક્કરમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકના ફુરચા ઊડી ગયા. પુરપાટ ઝડપે આવતી બાઇકો અથડાઈ, જેમાં 3 લોકો મૃત્યુ પામ્યા અને 2 ગંભીર રીતે ઘાયલ થયા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા છે અને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મૃતદેહોને મોકલી તપાસ હાથ ધરી છે.