'શરમ આવે છે?, આ વિસ્તાર ભૂલી જજો': સુરતમાં BJP નેતાઓ સામે કાળા પાણીની ડોલ લઈ વિરોધ, 20 વર્ષનો રોષ.
'શરમ આવે છે?, આ વિસ્તાર ભૂલી જજો': સુરતમાં BJP નેતાઓ સામે કાળા પાણીની ડોલ લઈ વિરોધ, 20 વર્ષનો રોષ.
Published on: 06th April, 2026

ગુજરાતમાં ચૂંટણી ટાણે સુરતમાં BJP નેતાઓ પ્રચારમાં નીકળતા લોકોએ રસ્તા અને પાણીની સમસ્યાઓથી ઘેરી લીધા. 20 વર્ષથી સમસ્યાઓનું નિરાકરણ ના આવતા લોકોમાં રોષ ફેલાયો, ગંદા પાણીની ડોલ બતાવી વિરોધ કર્યો. સ્થાનિકોએ BJP કાર્યકર્તાઓને સવાલો કર્યા, અને BJP કાર્યકર્તાઓએ બચાવમાં સત્તાવાર ફરિયાદ કરવાનું કહ્યું. લોકોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી કે, "આ એરિયાને આજે તમે ભૂલી જજો, અહીંથી કોઈ વોટ આપવાનું નથી."