અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે સાબરમતી નદી પર 12 માળ ઊંચો પુલ નિર્માણ પૂર્ણ
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે સાબરમતી નદી પર 12 માળ ઊંચો પુલ નિર્માણ પૂર્ણ
Published on: 04th October, 2026

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ, સાબરમતી નદી પર 480 મીટર લાંબો અને 36 મીટર (12 માળ જેટલો) ઊંચો બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજનું બાંધકામ બેલેન્સ્ડ કેન્ટિલીવર મેથડ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં ઊંચાઈ જાળવવા 8 સર્ક્યુલર પિલર છે. આ પુલ 76 મીટરના 5 અને 50 મીટરના 2 લાંબા સ્પાન ધરાવે છે. મુંબઈ-અમદાવાદ કોરિડોરમાં કુલ 25 નદી પુલ છે, જેમાંથી 18 ગુજરાતમાં પૂર્ણ થઈ ગયા છે.