દુર્ગા મંદિર બહાર વીડિયો જોતા ભક્તો પર કાર ફરી વળી
ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાં શનિવારે રાત્રે દુર્ગા મંદિર પાસે એક દર્દનાક અકસ્માત સર્જાયો. ચરણગહિયા-બેલહા ગામમાં આરતી બાદ મંદિર બહાર ટેન્ટમાં વીડિયો જોઈ રહેલા 7 ગ્રામીણો પર બેકાબૂ કાર ચઢી જતાં 3 લોકોના કરુણ મોત નીપજ્યા અને 4 ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસે કાર કબજે કરી ડ્રાઈવરની અટકાયત કરી છે, જે નશામાં હોવાની આશંકા છે.
