કાંકરિયાની દીવાન-બલ્લુભાઈ શાળામાં યોગ દિવસની ઉજવણી : ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓએ શાળામાં, 6 થી 8ના વિદ્યાર્થીઓએ ટ્રાન્સસ્ટેડિયામાં યોગ કર્યા
કાંકરિયાની દીવાન-બલ્લુભાઈ શાળામાં યોગ દિવસની ઉજવણી : ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓએ શાળામાં, 6 થી 8ના વિદ્યાર્થીઓએ ટ્રાન્સસ્ટેડિયામાં યોગ કર્યા
Published on: 21st June, 2025

કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કર્યું. ધોરણ 1 થી 5 સુધીના વિદ્યાર્થીઓએ શાળા પરિસરમાં યોગાભ્યાસ કર્યો અને ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓએ ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડીયમ ખાતે વિવિધ યોગાસનોનો અમલ કર્યો. દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે, જે પ્રથમ વખત 21 જૂન 2015ને ઉજવાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રસ્તાવ બાદ સંયુક્ત રાષ્ટ્રએ 21 જૂનને આ દિવસ તરીકે મંજૂર કર્યો. યોગના આઠ અંગોમાં પ્રાણાયામ શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને આ અંગોને અષ્ટાંગ યોગ કહે છે.