સુરતમાં તંદુરસ્તી માટે પીવાતા નીરાના સેમ્પલ ફેલ, નીરામાં ધારાધોરણ કરતા ઓછી ગુણવત્તા મળી આવી.
સુરતમાં તંદુરસ્તી માટે પીવાતા નીરાના સેમ્પલ ફેલ, નીરામાં ધારાધોરણ કરતા ઓછી ગુણવત્તા મળી આવી.
Published on: 03rd February, 2026

સુરતમાં તંદુરસ્તી માટે લાભદાયી નીરો આરોગ્ય માટે જોખમી! સ્ટેશન ચોક વિસ્તારમાંથી લીધેલા નીરાના નમૂનાઓ ફેલ જાહેર થયા. તપાસમાં આ નીરો ચોર્યાસી-ઓલપાડ નીરા ઉત્પાદક મંડળીમાંથી સપ્લાય થયો હતો. નીરામાં જરૂરી ગુણવત્તાનો અભાવ જોવા મળ્યો છે, જે આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તબીબી નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવો નીરો પીવાથી લીવર પર અસર પડી શકે છે તેમજ પાચનતંત્ર બગડવાની શક્યતા રહે છે. ખાદ્ય વિભાગે સપ્લાયર અને વેચાણકર્તાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.