રાજપીપળામાં વરસાદી ઋતુમાં બિનઆરોગ્યપ્રદ 27 કિલો ખાદ્ય સામગ્રીનો નાશ કરાયો
રાજપીપળામાં વરસાદી ઋતુમાં બિનઆરોગ્યપ્રદ 27 કિલો ખાદ્ય સામગ્રીનો નાશ કરાયો
Published on: 31st July, 2026

રાજપીપળામાં વરસાદી ઋતુને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન ચકાસણી અભિયાન હાથ ધરાયું. આ અભિયાન હેઠળ 30 જેટલા ખાણીપીણીના સ્ટોલ અને લારીઓની તપાસ કરવામાં આવી. વેપારીઓને સ્વચ્છતા જાળવવા અને આરોગ્યપ્રદ ખોરાક વેચવાની સૂચનાઓ અપાઈ. તપાસ દરમિયાન, અસ્વચ્છ અને માનવ આરોગ્ય માટે અયોગ્ય જણાયેલી 27 કિલોગ્રામથી વધુ ખાદ્ય સામગ્રી, જેમાં બટાકાનો માવો, મન્ચુરિયન બોલ્સ, મન્ચુરિયનનો લોટ, પાણીપૂરીનું પાણી અને કૃત્રિમ રંગના પેકેટનો સમાવેશ થાય છે, તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો.