ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી 'ગોડઝિલા અલ-નીનો'ની ચેતવણી
ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી 'ગોડઝિલા અલ-નીનો'ની ચેતવણી
Published on: 27th April, 2026

ભારત હાલમાં વિશ્વનો સૌથી ગરમ દેશ છે, જ્યાં એપ્રિલ મહિનામાં જ તાપમાન 43 થી 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ચોંકાવનારી વાત એ છે કે, વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાંથી 95 માત્ર ભારતમાં જ છે. ભારતીય હવામાન વિભાગના નકશામાં પણ દેશનો મોટાભાગનો હિસ્સો લાલ રંગમાં જોવા મળી રહ્યો છે. જે ગંભીર હીટવેવની સ્થિતિ દર્શાવે છે. ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને કારણે ગરમીની આ લહેર વધુ લાંબી અને ઘાતક બની રહી છે. વિજ્ઞાનિઓના મોડલ્સ ચેતવણી આપી રહ્યા છે કે, વર્ષ 2026માં સુપર અલ-નીનો અથવા ગોડઝિલા અલ-નીનો ત્રાટકી શકે છે.