પડતર પ્રશ્ને કાલે ભાવનગર-બોટાદના દવાના વેપારીઓનું બંધનુ એલાન
પડતર પ્રશ્ને કાલે ભાવનગર-બોટાદના દવાના વેપારીઓનું બંધનુ એલાન
Published on: 19th May, 2026

ઓનલાઇન દવાનું વેચાણ સહિતના પ્રશ્નો યથાવતવારંવાર રજુઆતો છતાં ગંભીર પ્રશ્નો પર કોઈ ઠોસ કાર્યવાહી ન થતા દવાના વેપારીઓમાં ભારે રોષભાવનગર  - દેશભરના દવાના વેપારીઓના અસ્તિત્વ અને જન આરોગ્યની સુરક્ષા માટે આગામી તા.૨૦ મે ના રોજ રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન અપાયુ છે.  ઓનલાઈન ફાર્મસીની અનિયંત્રીત કામગીરી અને શોષણકારી ભાવની નીતિ સામે રસ્તા પર ભાવનગર અને બોટાદ જિલ્લાના કેમીસ્ટસ રસ્તા પર  ઉતરશે. ગેરકાયદેસર ઈ-ફાર્મસી અને ડીપ ડિસ્કાઉન્ટના કારણે ૫ કરોડ આશ્રિતોની રોજીરોટી પર સંકટ છવાઈ જવા પામેલ છે.