કેન્સરની દવાઓ સિસ્પ્લેટિન અને કાર્બોપ્લેટિનના ભાવવધારાને કેન્દ્ર સરકારની સૈદ્ધાંતિક મંજૂરી.
કેન્સરની દવાઓ સિસ્પ્લેટિન અને કાર્બોપ્લેટિનના ભાવવધારાને કેન્દ્ર સરકારની સૈદ્ધાંતિક મંજૂરી.
Published on: 11th June, 2026

સમગ્ર દેશમાં કેન્સરની દવાઓ, ખાસ કરીને સિસ્પ્લેટિન અને કાર્બોપ્લેટિનની અછત વચ્ચે, કેન્દ્ર સરકારે ભાવ વધારાને મંજૂરી આપી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ (DOP) દ્વારા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) ને ડ્રગ્સ પ્રાઇસ કન્ટ્રોલ ઓર્ડર (DPCO) ના પેરા 19 હેઠળ આ ભાવ વધારા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય હોસ્પિટલોમાં દવાઓના સપ્લાયમાં આવી રહેલા અવરોધોને દૂર કરવામાં મદદરૂપ થશે તેવી અપેક્ષા છે.