અમદાવાદ પ્લેન ક્રેશ: દુર્ઘટનાની રાત્રિના ભયાનક અનુભવો, ડૉક્ટરો આજે પણ ધ્રુજી ઉઠે છે.
અમદાવાદ પ્લેન ક્રેશ: દુર્ઘટનાની રાત્રિના ભયાનક અનુભવો, ડૉક્ટરો આજે પણ ધ્રુજી ઉઠે છે.
Published on: 11th June, 2026

અમદાવાદ વિમાન દુર્ઘટનાની એ કાળી રાતને આજે 1 વર્ષ પૂરું થયું છે. 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171 મેઘાણીનગરની બી. જે. મેડિકલ કોલેજની મેસની બિલ્ડિંગ પર ક્રેશ થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 260 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનાના એક વર્ષે, સિવિલ હોસ્પિટલના એ ડૉક્ટર્સે તે રાતનો ભયાનક અનુભવ શેર કર્યો છે. નાના બાળકોના માતા-પિતાને કલ્પાંત કરતા જોઈ ડૉ. ધર્મેશ પટેલ ભાવુક થઈ ગયા હતા.