સ્કૂલોના 500 મીટર પરિસરમાં એનર્જી ડ્રીન્ક્સ વેચવા પર કાર્યવાહી કરવામાં આવશે
સ્કૂલોના 500 મીટર પરિસરમાં એનર્જી ડ્રીન્ક્સ વેચવા પર કાર્યવાહી કરવામાં આવશે
Published on: 07th July, 2026

મહારાષ્ટ્ર સરકારે વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ શાળાઓથી 500 મીટરના વિસ્તારમાં એનર્જી ડ્રિન્ક્સના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. નિયમોનું કડક પાલન કરાશે અને કેફિનયુક્ત પીણાં અથવા આરોગ્યને નુકસાનકારક ખાદ્યપદાર્થો વેચનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે. વાલીઓ, શિક્ષકો અને શાળા સંચાલકોને પણ દેખરેખ રાખવા સૂચના અપાઈ છે. સાથે જ ખાદ્યપદાર્થો અને દવાઓની તપાસ ઝડપી બનાવવા રાજ્યમાં નવી પ્રયોગશાળાઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.