ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 500 બાળકો માટે નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું અમરેલી જિલ્લામાં આયોજન.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 500 બાળકો માટે નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું અમરેલી જિલ્લામાં આયોજન.
Published on: 24th May, 2026

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં 16 થી 30 મે દરમિયાન નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાઈ રહ્યા છે. અમરેલી જિલ્લામાં 4 કેન્દ્રો પર 500 થી વધુ બાળકો યોગાસન, પ્રાણાયામ, ધ્યાન અને શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહ્યા છે. બાળકોને સ્વસ્થ જીવનશૈલી, યોગ્ય આહાર અને શિસ્તનું માર્ગદર્શન અપાઈ રહ્યું છે. આ કેમ્પનો ઉદ્દેશ્ય બાળકોમાં એકાગ્રતા, સ્મરણશક્તિ, આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારોનો વિકાસ કરવાનો છે.