રાજભા ગઢવીની તરફેણમાં વનવિભાગના નિયમો બદલાયા!
રાજભા ગઢવીની તરફેણમાં વનવિભાગના નિયમો બદલાયા!
Published on: 25th May, 2026

ગીરના વનવિભાગે જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવીને પશુપાલન માટે જમીન પર ઝૂંપડા બાંધવાની તાત્કાલિક મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય ત્યારે આશ્ચર્યજનક છે કારણ કે ત્રણ વર્ષ પહેલાં તેમના પિતા ગોવિંદભાઈની આ જ પ્રકારની અરજી સખત કારણો દર્શાવીને નામંજૂર કરવામાં આવી હતી. આ બેવડી નીતિ વન વિભાગના નિયમો અને અધિકારીઓની પારદર્શિતા સામે પ્રશ્નાર્થ ઊભો કરે છે. દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં સામે આવેલા પુરાવા મુજબ, અધિકારીઓએ અગાઉના નિયમો અને કારણોને અવગણીને રાજભા ગઢવીની અરજી મંજૂર કરી છે.