ગુજરાતમાં MBA અને MCA પ્રવેશ પ્રક્રિયા શરૂ!
ગુજરાતમાં MBA અને MCA પ્રવેશ પ્રક્રિયા શરૂ!
Published on: 25th May, 2026

ગુજરાત રાજ્યની ટેકનિકલ કોલેજોમાં MBA અને MCA માં પ્રવેશ માટેનો પ્રોવિઝનલ કાર્યક્રમ જાહેર થયો છે. ACPC દ્વારા જારી કરાયેલ કાર્યક્રમ મુજબ, અંદાજે 27,000 થી વધુ બેઠકો પર પ્રવેશ માટે 25 મે થી 30 જૂન સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે. MBA માટે 531 ગ્રાન્ટેડ અને 18,135 ખાનગી કોલેજની બેઠકો, જ્યારે MCA માટે 113 સરકારી, 275 ગ્રાન્ટેડ અને 8,095 ખાનગી કોલેજની બેઠકો ઉપલબ્ધ છે. પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ 17 જુલાઈએ થશે.