કાર રમકડાંની જેમ તણાઈ: કારમાં તણાઇ રહેલી મહિલાને યુવાનોએ બચાવી
Published on: 25th June, 2025
નર્મદા જિલ્લામાં મંગળવારે સવારથી અવિરત વરસાદના કારણે અનેક ગામો જળબંબાકાર બન્યાં હતાં. નાંદોદ તાલુકાના લાછરસ ગામમાં પાણી ભરાઈ ગયાં હતાં, જ્યાં ચાર યુવાનો મોન્ટુ, અંકિત, વિપુલ અને સૌરભ ભાગોળમાં ઉભા હતાં. એક કારમાં સવાર મહિલા આવતી જોઈ તેમને બચાવવા માટે યુવાનો પાણીના જોરદાર પ્રવાહમાં ઝંપલાવી કારને ધકેલી દેસાઇ ફળિયા સુધી લઈ ગયા અને મહિલાને સલામત બહાર કાઢી હતી. આ દ્રશ્યમાં યુવાનોની બહાદુરી અને મજબૂત ઇચ્છાશક્તિ પ્રશંસનીય હતી. તાલુકામાં ખૂબ જ ભારે વરસાદના માહોલ અને પાણીના પ્રવાહ વચ્ચે એક હિંમતભર્યો પ્રયાસ દેખાયો હતો.

Published at: June 25, 2025
Read More at દિવ્ય ભાસ્કર