CC રોડ કામગીરી બાદ કચરો અને બાંધકામ સામગ્રી ન હટાવતા વાહનચાલકો-રાહદારીઓને મુશ્કેલી
CC રોડ કામગીરી બાદ કચરો અને બાંધકામ સામગ્રી ન હટાવતા વાહનચાલકો-રાહદારીઓને મુશ્કેલી
Published on: 30th June, 2026

પાટણ નગરપાલિકા દ્વારા બગવાડા પેટ્રોલપંપ પાસે જાહેર શૌચાલયની રિપેરિંગ અને મદારસા ગોલવાડથી મદારસા પીર દાદા સુધી સીસી રોડ બનાવવાનું કામ પૂર્ણ થયું. જોકે, કામગીરી બાદ કોન્ટ્રાક્ટરોએ વધેલી રેતી, કપચી, રોડા અને ડામરનો કન્સ્ટ્રક્શન માલ સામાન હટાવ્યો નથી. આના કારણે રસ્તા પર અને સાઈડમાં ઢગલા પડ્યા છે, જેના લીધે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી અને અકસ્માતનો ભય રહે છે. નગરસેવક ભરત ભાટીયાએ તાત્કાલિક સફાઈની માંગ કરી છે.