સાબરકાંઠામાં 12 વર્ષમાં ચોથી વખત જૂનમાં 5%થી ઓછો વરસાદ
સાબરકાંઠામાં 12 વર્ષમાં ચોથી વખત જૂનમાં 5%થી ઓછો વરસાદ
Published on: 30th June, 2026

સાબરકાંઠામાં જૂન 2026 દરમિયાન મોસમનો માત્ર 1.52 ટકા વરસાદ નોંધાતા ખેડૂતોમાં ચિંતા વધી છે અને વાવણી ધીમી પડી છે. ખેડબ્રહ્મા અને પ્રાંતિજમાં હજુ વરસાદ નોંધાયો નથી, જ્યારે અત્યાર સુધી માત્ર 45 હજાર હેક્ટરમાં ખરીફ વાવેતર થયું છે. નિષ્ણાતોના મતે ખેડૂતો થોડો સમય રાહ જોઈ ઓછા પાણીમાં તૈયાર થતા બાજરી, મગ, અડદ, તલ અને સોયાબીન જેવા પાકોની વાવણી કરે તથા પૂરતા વરસાદ વિના રાસાયણિક ખાતરોનો વધુ ઉપયોગ ટાળે.