મહીસાગર નલ સે જલ કૌભાંડ: CIDએ વધુ 2 કોન્ટ્રાક્ટરો ઝડપ્યા
મહીસાગર નલ સે જલ કૌભાંડ: CIDએ વધુ 2 કોન્ટ્રાક્ટરો ઝડપ્યા
Published on: 30th June, 2026

મહીસાગરના વિવાદાસ્પદ "નલ સે જલ" કૌભાંડમાં CID ક્રાઈમે વધુ બે કોન્ટ્રાક્ટરો, હિતેશ ડી. પટેલ અને કિશનસિંહ ગોહિલને લુણાવાડાથી ઝડપી પાડ્યા છે. આ બંનેએ અંદાજે 1.71 કરોડ રૂપિયાથી વધુની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. આ સાથે, કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 42 આરોપીઓની ધરપકડ થઈ છે, જ્યારે 167 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. મુખ્ય સૂત્રધારો અને મોટા માથાઓ હજુ પણ CIDની પકડથી દૂર હોવાથી તપાસની ગતિ પર પ્રશ્નો ઉઠી રહ્યા છે.