ભાસ્કર એક્સક્લુઝિવ: VS ક્લિનિકલ ટ્રાયલકાંડ, 15 કરોડ ઉચાપત, રિકવરી દોઢ કરોડની કઢાઈ
ભાસ્કર એક્સક્લુઝિવ: VS ક્લિનિકલ ટ્રાયલકાંડ, 15 કરોડ ઉચાપત, રિકવરી દોઢ કરોડની કઢાઈ
Published on: 02nd July, 2025

VS ક્લિનિકલ ટ્રાયલ કાંડમાં 15 કરોડની ઉચાપત સામે મ્યુનિસિપાલિટી દ્વારા નિવૃત્ત સુપરિન્ટેન્ડન્ટ ડો. મનીષ પટેલ સહિત 15 ડોક્ટરોને માત્ર દોઢ કરોડની રિકવરી નોટિસ અપાઈ છે. ડો. પટેલે જણાવ્યું કે તેમણે ક્લિનિકલ ટ્રાયલના 6 કરોડમાંથી 10% રકમ VSમાં જમા કરાવી છે. તેઓને માત્ર 3-4 લાખની રિકવરી નોટિસ અપાઈ છે. મ્યુનિસિપાલિટી નજીવી રકમની રિકવરીથી વિવાદ પર પૂર્ણવિરામ મૂકવા માંગે છે. ડો. પટેલે કમિટીને જણાવ્યું કે ક્લિનિકલ ટ્રાયલની રકમ 6 કરોડથી વધુ છે, જેમાં 10% VSમાં જમા થયા છે, જે AIIMSના નિયમો અનુસાર છે. કોર્પોરેટરના જણાવ્યા અનુસાર, એક જ ક્લિનિકલ ટ્રાયલમાં 32 લાખ લેવાયા હતા, તો 58 ટ્રાયલમાં કેટલી મોટી રકમ લેવાઈ હશે?