વિરમગામ-અમદાવાદ રોડ પર તંત્રનું મેગા ડિમોલેશન.
વિરમગામ-અમદાવાદ રોડ પર તંત્રનું મેગા ડિમોલેશન.
Published on: 01st June, 2026

વિરમગામ શહેર અને અમદાવાદ હાઈવે પર ટ્રાફિકની સમસ્યાના નિવારણ અને રસ્તાઓ પહોળા કરવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા એક મોટું મેગા ડિમોલેશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વિરમગામથી તિરંગા સર્કલ સુધીના મુખ્ય માર્ગ પર રસ્તાને અડચણરૂપ એવા ધાર્મિક દબાણો જેસીબીની મદદથી હટાવવામાં આવ્યા છે. ઢુંઢીયા પીર બાવાની દરગાહ સહિતના બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું છે. 500થી વધુ પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સુરક્ષા સાથે આ કાર્યવાહી પાર પાડવામાં આવી છે.