વલસાડમાં 24 કલાકમાં સૌથી વધુ 82 મિમી વરસાદ: જિલ્લામાં સરેરાશ 59 મિમી વરસાદ, 9 લો-લેવલ રસ્તાઓ બંધ
વલસાડમાં 24 કલાકમાં સૌથી વધુ 82 મિમી વરસાદ: જિલ્લામાં સરેરાશ 59 મિમી વરસાદ, 9 લો-લેવલ રસ્તાઓ બંધ
Published on: 29th June, 2025

વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વલસાડ તાલુકામાં 82 mm નોંધાયો, સરેરાશ 59 mm વરસાદ પડ્યો. કપરાડામાં 62 mm, ધરમપુરમાં 47 mm વરસાદ નોંધાયો. 1લી જૂનથી અત્યાર સુધીમાં સરેરાશ 812.67 mm વરસાદ થયો છે, જેમાં કપરાડામાં સૌથી વધુ 1007 mm વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને લીધે 9 લો-લેવલ રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે અને વાહન વ્યવહાર માટે કેટલાક રસ્તાઓ બંધ કરાયા છે. હવામાન વિભાગે વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. વહીવટી તંત્રએ લો-લેવલ બ્રિજ પરથી પસાર ન થવા અનુરોધ કર્યો છે.