વલસાડની સરીગામ ગ્રામ પંચાયતને ત્રણ ગ્રામ પંચાયતમાં વિભાજિત કરવાની ગ્રામજનોની માંગ
વલસાડની સરીગામ ગ્રામ પંચાયતને ત્રણ ગ્રામ પંચાયતમાં વિભાજિત કરવાની ગ્રામજનોની માંગ
Published on: 03rd October, 2026

શુક્રવારે સરીગામ ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી ગ્રામસભામાં ગ્રામજનો દ્વારા સરીગામ ગ્રામ પંચાયતનું ત્રણ અલગ-અલગ ગ્રામ પંચાયતમાં વિભાજન કરવાની માંગ કરવામાં આવી હતી. ગ્રામજનોએ વિસ્તારની વસ્તી અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ત્રણ ગ્રામ પંચાયત રચવાની માંગને સમર્થન આપ્યું હતું. આ રજૂઆતમાં પ્રથમ સરીગામ, ભંડારવાડ અને બોનપાડા; બીજી સરીગામ વાડીયાપાડા અને મસિયા ફ્ળિયા; અને ત્રીજી કરી ગામ મહાવીરનગરથી સરીગામ વર્તમાન સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે.