કચ્છના સરક્રિકમાંથી બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાઈ!
કચ્છના સરક્રિકમાંથી બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાઈ!
Published on: 17th July, 2026

કચ્છના સંવેદનશીલ સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન, બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ સરક્રિક નજીકથી એક શંકાસ્પદ બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે. આ ઘટના બાદ સરહદ પર તૈનાત તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે. BSFના રૂટિન પેટ્રોલિંગ દરમિયાન ભારતીય જળસીમામાં ઘૂસેલી આ બોટ મળી આવી હતી. બોટમાં કોઈ શંકાસ્પદ સામગ્રી, ડ્રગ્સ કે હથિયારો છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.