ઉધના રેલવે સ્ટેશન પર અફરાતફરી.
ઉધના રેલવે સ્ટેશન પર અફરાતફરી.
Published on: 19th April, 2026

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉનાળાના વેકેશનને કારણે ભારે અફરાતફરી મચી છે. 16 કલાકથી વધુ સમયથી મુસાફરો તરસ્યા છે. 8000થી વધુ મુસાફરો માટે માત્ર બે ટ્રેન ઉપલબ્ધ છે. અસહ્ય ગરમીમાં બે મુસાફરો બેભાન થયા, અને પાણીની અછત વચ્ચે લોકો બોટલો લૂંટતા જોવા મળ્યા. એક યુવક પત્નીની અસ્થિ સાથે રઝળતો જોવા મળ્યો. હાલમાં રેલવે સ્ટેશન પર ભીડ છે.