વાતાવરણ થયું ઉગ્ર: બોરીયાચ ટોલનાકે જિલ્લાના કારચાલકો પાસે ટોલ વસૂલાતા બબાલ
વાતાવરણ થયું ઉગ્ર: બોરીયાચ ટોલનાકે જિલ્લાના કારચાલકો પાસે ટોલ વસૂલાતા બબાલ
Published on: 02nd July, 2025

નવસારીના બોરીયાચ ટોલનાકા પર GJ-21 નંબરની કાર પાસેથી ટોલ વસૂલવા બાબતે વિવાદ થયો. ઘણા વર્ષોથી જિલ્લાના વાહનો પાસેથી ટોલ લેવાતો ન હતો, પરંતુ 29 જૂનથી ટેક્સી પાસેથી ટોલ લેવાનું શરૂ થતાં બબાલ થઈ. કારચાલકોએ 30 જૂને ટોલનાકા પર રજૂઆત કરી ઉગ્ર બોલાચાલી કરી હતી. કારચાલકોના જણાવ્યા અનુસાર, ટોલ કર્મચારીઓ કારના ફોટા પાડી ટોલ વસૂલતા હતા. પરિસ્થિતિ વણસતા ટોલ અધિકારીઓએ ટોલ નહિ વસૂલવાની ખાતરી આપતા મામલો શાંત થયો. આ વિવાદ GJ-21 નંબરના વાહનો માટે ટોલ પોલીસી અંગે હતો.