સુરેન્દ્રનગરમાં PGVCL ચેકિંગ દરમીયાન 109 કનેક્શનમાં વીજચોરી ઝડપાઈ
PGVCL દ્વારા ગેરકાયદેસર વીજ વપરાશ અને વીજચોરી ડામવા માટે મોટી ઝુંબેશ હાથ ધરાઈ. અધિક્ષક ઈજનેર એન. એન. અમીનની દેખરેખ હેઠળ 49 ટીમોએ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં 723 વીજ જોડાણો ચકાસ્યા. આ દરમિયાન, 109 જોડાણોમાં વીજચોરી અને ગેરરીતિ સામે આવી. કસૂરવારો પાસેથી કુલ ₹50.62 લાખનો દંડ વસૂલવામાં આવ્યો. આ કાર્યવાહી દરમિયાન 41 પોલીસ સ્ટાફનો બંદોબસ્ત અને 5 વિડિયોગ્રાફરો હાજર રહ્યા હતા.
સુરેન્દ્રનગરમાં PGVCL ચેકિંગ દરમીયાન 109 કનેક્શનમાં વીજચોરી ઝડપાઈ
જામનગરમાં ફ્લાયઓવર નીચે પાર્કિંગની સાથે સ્પોર્ટ્સ અને નાગરિક સુવિધાઓનો વિકાસ
જામનગર મહાનગરપાલિકા દ્વારા સાત રસ્તાથી સુભાષ બ્રિજ સુધીના ફ્લાયઓવરની નીચેના વિશાળ વિસ્તારનો ઉપયોગ કરવા માટે આયોજન કરાયું છે. ફ્લાયઓવરના નીચેના વિસ્તારોમાં પાર્કિંગની સુવિધા ઉપરાંત, બોક્સ ક્રિકેટ, પિકલબોલ, બેડમિન્ટન, ઓપન જિમ જેવી સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે બ્લોક વિકસાવવામાં આવશે. આ સાથે ફૂડ ઝોન, ટોયલેટ બ્લોક અને વેઇટિંગ જેવી નાગરિક સુવિધાઓ પણ ઊભી કરાશે. આયોજન મુજબ, કુલ ૧૨ ગાળાઓને ચાર ભાગમાં વહેંચી વિવિધ રમતગમત અને અન્ય સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ વિકાસથી શહેરના નાગરિકોને મધ્ય વિસ્તારમાં જ નવી સુવિધાઓ ઉપલબ્ધ થશે.
જામનગરમાં ફ્લાયઓવર નીચે પાર્કિંગની સાથે સ્પોર્ટ્સ અને નાગરિક સુવિધાઓનો વિકાસ
જામનગર જિલ્લા પોલીસમાં ૧૦ પોલીસ ઇન્સ્પેક્ટરોની વહીવટી કારણોસર બદલીઓ
જામનગર જિલ્લા પોલીસ તંત્રમાં વહીવટી સુધારાના ભાગરૂપે, જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા ૧૦ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીનો આદેશ કરાયો છે. આ બદલીઓ દ્વારા જુદા-જુદા પોલીસ સ્ટેશનો અને શાખાઓમાં પોલીસ ઇન્સ્પેક્ટરોને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. વિવિધ પોલીસ સ્ટેશનો જેમ કે સીટી-બી, સિક્કા, ધ્રોલ, સીટી-સી, સાયબર ક્રાઈમ, પંચકોશી-એ, જામજોધપુર, એરપોર્ટ સિક્યુરિટી અને જોડીયા તેમજ લીવ રિઝર્વમાં પણ પોલીસ ઇન્સ્પેક્ટરોની ફેરબદલી કરવામાં આવી છે.
જામનગર જિલ્લા પોલીસમાં ૧૦ પોલીસ ઇન્સ્પેક્ટરોની વહીવટી કારણોસર બદલીઓ
જામનગર જિલ્લામાં જુગારના ચાર દરોડા
જામનગર જિલ્લામાં પોલીસે 24 કલાકમાં જુગારના ચાર દરોડા પાડી 26 શખ્સોને રૂ.39,300 રોકડા અને ગંજીપતા સાથે ઝડપી પાડ્યા છે. લાલપુરના રીઝપર ગામમાં 4, જામજોધપુરના બુટાવદર ગામમાં 5, હિંગળાજ ચોકમાં 10 અને ગોકુલનગર રડાર રોડ પર 7 મળી કુલ 26 આરોપીઓ ઝડપાયા. પોલીસે તેમની પાસેથી જુદી જુદી રકમમાં કુલ રૂ.39,300 રોકડા અને ગંજીપતાના 208 પાના કબજે કરી જુગારધારા કલમ-12 મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર જિલ્લામાં જુગારના ચાર દરોડા
કાલાવડ તાલુકાના જીવાપરમાં જંતુનાશક દવાની અસરથી ખેડૂતનું અકસ્માતે મૃત્યુ
જામનગરના કાલાવડ તાલુકાના જીવાપર ગામમાં કપાસના પાકમાં 'પ્રોફેનો ફોર્સ' નામની જંતુનાશક દવાનો છંટકાવ કરતી વખતે ઝેરી અસર થતાં ગીરધરભાઇ વેલજીભાઇ ફળદુ (ઉ.વ.45) ની તબિયત લથડી હતી. તેઓ બેભાન થઈ જતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. તેમના પિતાએ કાલાવડ ટાઉન પોલીસમાં જાણ કરતાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 મુજબ એ.ડી. નોંધવામાં આવી છે. પોલીસ તપાસ કરી રહી છે.
કાલાવડ તાલુકાના જીવાપરમાં જંતુનાશક દવાની અસરથી ખેડૂતનું અકસ્માતે મૃત્યુ
ખાનગી કંપનીની પવનચક્કીના કન્ટેનરમાંથી રૂ.10.84 લાખનો કોપર કેબલ ચોરાયો
જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામ નજીક સુઝલોન રિન્યુએબલ ડેવલપમેન્ટ લિમિટેડની પવનચક્કીના ટાવર લોકેશન નં.505 પાસે મુકેલા કન્ટેનરમાંથી રૂ.10,84,600ની કિંમતનો કોપર કેબલ ચોરાયો છે. અજાણ્યા તસ્કરોએ રાત્રિ દરમિયાન કન્ટેનરનું તાળું તોડી અંદરથી આશરે ૩૭૪ મીટર કોપર કેબલ લઈ ગયા હતા. રાજવી સિક્યુરિટી એજન્સીના સુપરવાઇઝર યુવરાજસિંહ જુવાનસિંહ જાડેજાએ શેઠવડાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. શેઠવડાળા પોલીસે IPC કલમ 305(એ), 331(2), 331(3) અને 331(4) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ખાનગી કંપનીની પવનચક્કીના કન્ટેનરમાંથી રૂ.10.84 લાખનો કોપર કેબલ ચોરાયો
ઘર પાસેથી પસાર થવા બાબતે યુવકને ધોકા વડે માર માર્યો
જામનગર તાલુકાના સિક્કામાં, કારાભુંગા વિસ્તારમાં ઘર પાસેથી પસાર થવા બાબતે થયેલી બોલાચાલી બાદ એક યુવક પર ચાર લોકોએ ધોકા વડે હુમલો કર્યાની ફરિયાદ સિક્કા પોલીસ મથકમાં નોંધાઈ છે. પીડિત દીપકભાઈ ચૌહાણના જણાવ્યા મુજબ, તેઓ ૧૫ ઓગસ્ટે કામસર જઈ રહ્યા હતા ત્યારે પુષ્પાબેન, જોષ્નાબેન, સુરેશભાઈ અને ખીમીબેન નામના ચાર વ્યક્તિઓએ તેમને ત્યાંથી નહીં નીકળવા કહી અપશબ્દો બોલ્યા. બાદમાં સુરેશભાઈએ ધોકો મારતાં માથામાં ઈજા થઈ, જ્યારે ખીમીબેને શરીરના અન્ય ભાગોમાં માર માર્યો. પુષ્પાબેન અને જોષ્નાબેને ઢીકાપાટુનો માર માર્યો હતો. ચારેયે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
ઘર પાસેથી પસાર થવા બાબતે યુવકને ધોકા વડે માર માર્યો
5 લાખની ઉઘરાણી મામલે ડ્રાઇવર પર જીવલેણ હુમલો
જામનગરમાં રૂ.5 લાખની ઉઘરાણીના મામલે એક ડ્રાઇવર પર ચાર શખ્સોએ જીવલેણ હુમલો કરી બંને પગ તથા હાથમાં ગંભીર ઇજાઓ પહોંચાડ્યાની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. ઘવાયેલા ડ્રાઇવર જયપાલસિંહ વિક્રમસિંહ ચુડાસમા હાલ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આશરે એક વર્ષ પહેલાં આપેલા રૂ. 5 લાખ પરત માંગતા હોવાથી મિત્ર મહીપાલસિંહ એ. રાણાએ ભાઈ અને અન્ય બે શખ્સો સાથે મળી લોખંડના પાઇપ, લાકડાના ધોકા અને છરી વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે.
5 લાખની ઉઘરાણી મામલે ડ્રાઇવર પર જીવલેણ હુમલો
અમદાવાદમાં યુવતીને બ્લેકમેલ કરી, એકાઉન્ટન્ટ પાસેથી 30 લાખ પડાવ્યા
અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઇમના બે અલગ-અલગ કિસ્સાઓમાં નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા છે. નવરંગપુરામાં એક IT એન્જિનિયર યુવતીને ₹77ના રાઇડ પેમેન્ટના વિવાદ બાદ ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી બદનામ કરવાની ધમકી આપી 77 હજાર રૂપિયા અને આઇફોનની માંગણી કરવામાં આવી. જ્યારે પાલડીમાં ખાનગી કંપનીના એકાઉન્ટન્ટ પાસેથી બોસના નામે વોટ્સએપ પર મેસેજ કરીને 30 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી. પોલીસે બંને મામલે ગુના નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં યુવતીને બ્લેકમેલ કરી, એકાઉન્ટન્ટ પાસેથી 30 લાખ પડાવ્યા
કચ્છના બન્નીના ઘાસિયા મેદાનમાં 20 કાળિયાર મુક્ત કરાયા
ભારતના 80મા સ્વતંત્રતા દિવસે, વનતારા અને ગુજરાત વન વિભાગે કચ્છના બન્ની ઘાસના મેદાનમાં 20 કાળિયાર મુક્ત કર્યા છે. આ ઐતિહાસિક પગલું 'ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર' (GZRRC - વનતારા) ના ટેકનિકલ સપોર્ટથી લેવાયું છે. 5 નર અને 15 માદા કાળિયારને જામનગર સ્થિત વનતારા કેન્દ્રમાંથી તમામ જરૂરી પ્રોટોકોલનું પાલન કરીને અહીં લાવવામાં આવ્યા હતા. આ પહેલથી બન્નીની કુદરતી પર્યાવરણીય વ્યવસ્થા મજબૂત થશે અને ઇકોસિસ્ટમ સમૃદ્ધ બનશે.
કચ્છના બન્નીના ઘાસિયા મેદાનમાં 20 કાળિયાર મુક્ત કરાયા
દારૂ પી તોફાન કરતા પતિ સામે પત્નીએ 112માં ફોન કરતા પોલીસે નશામાં ઝડપી લીધો
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં દારૂ પીને તોફાન મચાવતા પતિને તેની પત્નીએ 112 નંબર પર ફોન કરીને પોલીસ બોલાવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી પતિ દિલીપભાઈ નકુમને નશાની હાલતમાં ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછમાં દિલીપભાઈ પાસે દારૂ પીવા માટે કોઈ પાસ-પરમીટ ન હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દારૂ પી તોફાન કરતા પતિ સામે પત્નીએ 112માં ફોન કરતા પોલીસે નશામાં ઝડપી લીધો
શાળાઓ અને 100 મીટર પરિસરમાં Junk Food પર પ્રતિબંધ મૂકવા શિક્ષણમંત્રીને રજૂઆત.
બાળકોમાં વધતા રોગો અને સ્વાસ્થ્યને ધ્યાને લઈ, રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણમંત્રીને પત્ર લખી શાળાઓની કેન્ટીન તથા 100 મીટર ત્રિજ્યામાં Junk Food, Packet Food અને વધુ તેલ-ખાંડવાળા પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની રજૂઆત કરી છે. મહારાષ્ટ્ર મોડેલનો હવાલો આપી, શાળાઓમાં પૌષ્ટિક તથા દેશી આહાર શરૂ કરવાની અને આ માટે કડક SOP તૈયાર કરવાની માંગ કરી છે. સ્થાનિક સત્તામંડળમાં કેન્ટીનનું રજિસ્ટ્રેશન, સમયાંતરે તપાસ અને પાલન ન કરનાર સંસ્થાઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પણ હિમાયત કરી છે.
શાળાઓ અને 100 મીટર પરિસરમાં Junk Food પર પ્રતિબંધ મૂકવા શિક્ષણમંત્રીને રજૂઆત.
વડોદરાના સમા રોડ કોમ્પલેક્સના બેઝમેન્ટમાંથી ૨૯૮ બોટલ દારુ ભરેલી કાર ઝડપાઈ
વડોદરાના સમા રોડ પર આવેલ અર્થ ઇયોન કોમ્પલેક્સના બેઝમેન્ટ પાર્કિંગમાંથી પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક આરોપી રાજવીર રાજપૂતને ઝડપી પાડ્યો છે. પોલીસે કારમાંથી દારૂની ૨૯૮ બોટલ, એક મોપેડ અને કાર મળી કુલ રૂપિયા ૩.૬૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી રાજવીર અને પ્રેમ યાદવ કારમાં દારૂ ભરીને વેચાણ કરતા હતા. પ્રેમ યાદવને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
વડોદરાના સમા રોડ કોમ્પલેક્સના બેઝમેન્ટમાંથી ૨૯૮ બોટલ દારુ ભરેલી કાર ઝડપાઈ
વડોદરાના વાડીમાં રહેતા પરિવારના ઘરમાંથી 1.98 લાખની ચોરી
વાડી નાની શાક માર્કેટ પાસે રહેતા અને ડ્રાઇવિંગ કરતા ભરતભાઇ બંસીલાલ કનોજીયાના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોરનું રિનોવેશન ચાલતું હોઇ તેઓ પરિવાર સાથે ઉપરના માળે રહે છે.ગત 14મી તારીખે તેઓ સવારે જાગીને નીચે આવ્યા ત્યારે જોયું તો મકાનનના દરવાજાનો નકૂચો તૂટેલી હાલતમાં હતો. ચોર ટોળકી ઘરમાંથી સોનાની બે તોલા વજનની લગડી, બુટ્ટી, વીંટી તથા ચાંદીના દાગીના અને રોકડા ૪૦ હજાર મળી કુલ 1.98 લાખની મતા લઇ ગઇ હતી. જે અંગે વાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાના વાડીમાં રહેતા પરિવારના ઘરમાંથી 1.98 લાખની ચોરી
કાર અકસ્માત બાદ રૂ. 5 લાખ મામલે મારી નાખવાની ધમકી
વડોદરામાં કારના નુકસાનના 5 લાખ રૂપિયા ન ચૂકવવા બદલ સોહેલ સૈયદ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. હાથીખાનાના રહેવાસી ઇમરાન ઘાંચીએ જણાવ્યું કે, સોહેલે તેમની કાર માંગી હતી અને દાહોદ નજીક અકસ્માત થતાં કારને ભારે નુકસાન થયું હતું. Insurance કંપનીએ કારને Total loss ગણાવી 14.70 લાખમાં લીધી. બાકીના 5 લાખ રૂપિયા સોહેલ ચૂકવવાનો હતો, પરંતુ ન ચૂકવતાં અને વારંવાર માગણી કરવા છતાં પૈસા ન આપતાં તેણે જાનથી મારી નાખવાની ધમકી આપી.
કાર અકસ્માત બાદ રૂ. 5 લાખ મામલે મારી નાખવાની ધમકી
દુબઈના Work Permit Visa અપાવવાના નામે 1.10 લાખની છેતરપિંડી
વડોદરા શહેરમાં દુબઈના Work Permit Visa અપાવી નોકરી અપાવવાના બહાને અરવલ્લીના એક યુવક પાસેથી 1.10 લાખ રૂપિયા પડાવનાર વિઝા કન્સલ્ટન્ટ વિરુદ્ધ અકોટા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. યુવકને ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં લાવી, કુલ 1.30 લાખ રૂપિયા ખર્ચ થશે તેમ કહી એડવાન્સમાં રકમ લીધી હતી. બાદમાં વધુ પૈસા માંગ્યા અને ન આપતા યુવકને દુબઈ મોકલવાની ના પાડી દીધી.
દુબઈના Work Permit Visa અપાવવાના નામે 1.10 લાખની છેતરપિંડી
બિચ્છૂ ગેંગનો નાસતો ફરતો આરોપી તનવીર ઉર્ફે તન્નુ વડોદરામાંથી ઝડપાયો
વડોદરા પોલીસે ઠગાઇના ગુનામાં નાસતો ફરતો બિચ્છૂ ગેંગનો સાગરીત તનવીર ઉર્ફે તન્નુને ઝડપી લીધો છે. કર્ણાટકના વેપારીને સસ્તામાં સોનું અપાવવાના બહાને 4.92 કરોડ રૂપિયાની ઠગાઇ આ ગેંગ દ્વારા કરવામાં આવી હતી. આ ગુનામાં સંડોવાયેલો તન્નુ વર્ષ 2021 માં ગુજસીટોક કેસમાં જામીન પર છૂટ્યા બાદ ટ્રાયલ દરમિયાન હાજર રહેતો ન હતો. કોર્ટે તેના જામીન રદ્દ કરી વોરંટ ઇશ્યૂ કર્યું હતું. Police ને બાતમી મળતાં તેને ચાંપાનેર વિસ્તારમાંથી દબોચી લેવાયો.
બિચ્છૂ ગેંગનો નાસતો ફરતો આરોપી તનવીર ઉર્ફે તન્નુ વડોદરામાંથી ઝડપાયો
જામનગર જિલ્લામાં સિંહણના આંટાફેરા
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હડમતીયા ગામની સીમમાં સિંહણના આંટાફેરાની ચર્ચાએ ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ સર્જ્યો છે. બાવળની ઝાળમાંથી સિંહણ પસાર થતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. તાજેતરમાં જામનગર તાલુકાના મોખાણા ગામમાં દીપડો દેખાયો હતો, જેને વન વિભાગે પાંજરે પૂર્યો હતો. હવે હડમતીયા ગામમાં સિંહણની ચર્ચાએ ચિંતા વધારી છે. વન વિભાગની ટીમ સ્થળ પર તપાસ કરી રહી છે, પરંતુ સિંહણની હાજરી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
જામનગર જિલ્લામાં સિંહણના આંટાફેરા
વાપીમાં Grindr એપ પર મિત્રતા, પછી ચપ્પુની અણીએ ₹14000ની લૂંટ
વાપીના કરવડ વિસ્તારમાં Grindr Dating App પર થયેલી મિત્રતા જીવલેણ સાબિત થઈ. એક યુવાનને મળવા બોલાવી, ત્રણ શખ્સોએ ચપ્પુ બતાવી ₹14000ની લૂંટ ચલાવી. પોલીસે CCTV અને ટેકનિકલ એનાલિસિસની મદદથી ત્રણ આરોપીઓ શાહબાઝ, જવાહર અને ઝહીરની ધરપકડ કરી, તેમજ લૂંટાયેલી રકમ કબજે કરી. આ ઘટના અજાણ્યા લોકો સાથે ડેટિંગ એપ પર મુલાકાત કરતી વખતે અત્યંત સાવચેતી રાખવાની જરૂરિયાત દર્શાવે છે.
વાપીમાં Grindr એપ પર મિત્રતા, પછી ચપ્પુની અણીએ ₹14000ની લૂંટ
ખેડાની મહી કેનાલની ડ્રેનેજ લાઇન પરનો બ્રિજ ધરાશાયી
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં મહી કેનાલની ડ્રેનેજ લાઇન પર આવેલો એક મહત્વપૂર્ણ બ્રિજ અચાનક ધરાશાયી થયો. આ બ્રિજ ચિતલાવ અને સરદારપુરા ગામોને જોડતો હતો, જેના કારણે બંને ગામ વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો છે. સદનસીબે, બ્રિજ પર તે સમયે કોઈ વ્યક્તિ કે વાહન ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. પ્રાથમિક તપાસ મુજબ, બ્રિજના પિલ્લરની આસપાસ થયેલા પાણીના ધોવાણને કારણે આ દુર્ઘટના બની હોવાનું મનાય છે. સ્થાનિક તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગ અને નવા બ્રિજ નિર્માણની માંગણી કરવામાં આવી છે.
ખેડાની મહી કેનાલની ડ્રેનેજ લાઇન પરનો બ્રિજ ધરાશાયી
સેલવાસમાં દમણગંગા નદી કિનારે સેલ્ફી લેવાના ચક્કરમાં કિશોરીએ જીવ ગુમાવ્યો
સેલવાસના દમણગંગા રિવરફ્રન્ટ પર ફરવા ગયેલી 15 વર્ષીય કાજલકુમારી સેલ્ફી લેવાના પ્રયાસમાં નદીમાં પડી ડુબી ગઇ હતી. અંધારાને કારણે શોધખોળમાં વિલંબ થયો, પરંતુ આજે રવિવારે લાશકરોએ તેનો મૃતદેહ બહાર કાઢ્યો. ચોમાસા દરમિયાન નદી કિનારે સેલ્ફી અને સ્નાન પર પ્રતિબંધ હોવા છતાં તેનું પાલન ન થતાં આ જીવલેણ ઘટના બની. પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા નિયમોના ઉલ્લંઘનને કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે, ત્યારે જાગરૂકતા અને સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.
સેલવાસમાં દમણગંગા નદી કિનારે સેલ્ફી લેવાના ચક્કરમાં કિશોરીએ જીવ ગુમાવ્યો
આણંદ નજીક રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબી બે બાળકોના મોત
આણંદ જિલ્લાના ઉમેટા નજીકના એક રિસોર્ટમાં રજાઓ માણવા આવેલા વડોદરાના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં નાહવા પડેલા બે બાળકો ડૂબી જતાં બંનેના કરુણ મોત નીપજ્યા હતા. પરિવારજનોએ બાળકોને પૂલમાંથી બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ દુઃખદ ઘટનાથી ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
આણંદ નજીક રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબી બે બાળકોના મોત
ફતેગંજની ન્યુ એરા સ્કૂલમાં ફૂટબોલ રમતા 15 વર્ષના વિદ્યાર્થીનું કરંટથી મોત
વડોદરાના ફતેગંજ સ્થિત ન્યુ એરા સ્કૂલના મેદાનમાં ફૂટબોલ રમતા 15 વર્ષના વિદ્યાર્થી દેવ પ્રશાંતભાઇ શાહને વીજ થાંભલાનો કરંટ લાગતા ગંભીર ઇજા થઈ હતી. જેને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું દુઃખદ અવસાન થયું. ફૂટબોલ રમતી વખતે બોલ વીજ થાંભલા પાસે જતાં આ દુર્ઘટના બની. ફતેગંજ પોલીસે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
ફતેગંજની ન્યુ એરા સ્કૂલમાં ફૂટબોલ રમતા 15 વર્ષના વિદ્યાર્થીનું કરંટથી મોત
વારાણસી એરપોર્ટ પર મુસાફરની પિસ્તોલમાંથી ગોળી છૂટી
વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ પર મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના મુસાફરની પિસ્તોલમાંથી અચાનક ગોળી છૂટી હતી. આ દુર્ઘટનામાં ફ્લોર પર અથડાયેલી ગોળી નજીકમાં ઊભેલા એક યુવકના હાથમાં અને એક મહિલાની જાંઘમાં વાગતા બંને કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા. બંને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. મુસાફરે નિયમ મુજબ પોતાની પિસ્તોલ અને મેગેઝીનની માહિતી અધિકારીઓને આપી દીધી હતી, પરંતુ ચેકિંગ પ્રક્રિયા દરમિયાન અચાનક ગોળી છૂટી ગઈ. તપાસ ચાલી રહી છે.
વારાણસી એરપોર્ટ પર મુસાફરની પિસ્તોલમાંથી ગોળી છૂટી
ભરૂચમાં રૂ. 32 લાખના દારૂ કેસમાં ભાજપ આગેવાનનું નામ
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પ્લાસ્ટિક કેરેટની આડમાં વહન થતો રૂ. 22.55 લાખનો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો (11,916 બોટલો) ઝડપી પાડ્યો છે. દમણથી રાજપીપળા જતી આ ટ્રકમાં કુલ 32.57 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે. પોલીસ તપાસમાં ભાજપના આગેવાન દિનેશ વસાવા, જેની પુત્રી નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપ સભ્ય છે, તેનું નામ ખૂલતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ટ્રકચાલકની ધરપકડ કરાઈ છે, જ્યારે દિનેશ વસાવા સહિત અન્ય આરોપીઓ ફરાર છે. પોલીસે તેમને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચમાં રૂ. 32 લાખના દારૂ કેસમાં ભાજપ આગેવાનનું નામ
ઝાલાવાડમાં દરગાહ પાસે બસ બેકાબૂ
રાજસ્થાનના ઝાલાવાડના ભીમસાગર ક્ષેત્રમાં પાતલાપીર દરગાહ પાસે શનિવારે રાત્રે ગમખ્વાર અકસ્માત થયો. ઢાળણ પરથી અનિયંત્રિત થયેલી ખાનગી બસે નીચે ઊભેલા 9 લોકોને અડફેટે લીધા, જેમાં 3 શ્રદ્ધાળુઓના કરુણ મોત નીપજ્યા. અન્ય ઘાયલોની ઝાલાવાડ અને ખાનપુરની હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. ઘટનાથી શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે બ્રેકફેલ કે અન્ય ટેકનિકલ ખામી સહિતના પાસાઓની તપાસ હાથ ધરી છે.
ઝાલાવાડમાં દરગાહ પાસે બસ બેકાબૂ
મહિલા દ્વારા દારૂનો જથ્થો ભરેલ ટ્રકનું પાઈલોટિંગ
અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પોલીસે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી એક મહિલા સહિત ચાર શખ્સોને ઝડપી લીધા છે. સાપા ટોલનાકા નજીક ટ્રક અને તેને પાયલોટિંગ કરતી આર્ટીગા કાર રોકી તપાસ કરતાં ટ્રકમાંથી 7,632 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આ દારૂ દમણથી ગુજરાતમાં પહોંચાડવાનો પ્રયાસ હતો. પોલીસે ટ્રક, કાર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 28.85 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મહિલા દ્વારા દારૂનો જથ્થો ભરેલ ટ્રકનું પાઈલોટિંગ
અમેરિકાના મિશિગન અને વર્જીનીયા યુનિવર્સિટીમાં ગોળીબાર
અમેરિકામાં ગોળીબારની અલગ-અલગ ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. મિશિગનમાં એક કિશોર અને ચાર પુખ્ત સહિત પાંચ લોકોના મોત નીપજ્યા છે. શંકાસ્પદ ચાડ હિકમૈન મૃત હાલતમાં મળી આવ્યો હતો. વર્જીનીયા સ્ટેટ યુનિવર્સિટીના કેમ્પસમાં નવા સત્રની શરૂઆત પહેલાં થયેલા ગોળીબારમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના બાદ કેમ્પસમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. બંને ઘટનાઓએ સમુદાયમાં ચિંતા અને શોકનું વાતાવરણ ઊભું કર્યું છે.
અમેરિકાના મિશિગન અને વર્જીનીયા યુનિવર્સિટીમાં ગોળીબાર
અમદાવાદમાં કરોડોના ખર્ચે બનેલી વેજીટેબલ માર્કેટ ખાલી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવા અને ફેરિયાઓને વ્યવસ્થિત જગ્યા આપવા માટે 31 વેજીટેબલ માર્કેટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. 19 માર્કેટ તૈયાર હોવા છતાં, મોટાભાગની જગ્યાઓ ખાલી પડી છે, જ્યારે ફેરિયાઓ હજુ પણ રસ્તા અને ફૂટપાથ પર જ ધંધો કરી રહ્યા છે. 68 કરોડ રૂપિયાથી વધુના ખર્ચ બાદ પણ, રસ્તા પરનું દબાણ યથાવત્ છે, જેના કારણે AMC ના અધિકારીઓ આ યોજનાને સફળ બનાવવામાં નિષ્ફળ જણાઈ રહ્યા છે.
અમદાવાદમાં કરોડોના ખર્ચે બનેલી વેજીટેબલ માર્કેટ ખાલી
અમરેલીના જાફરાબાદમાં સગીરા પર દુષ્કર્મ અને ગર્ભપાત
અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં એક સગીરા પર દુષ્કર્મ આચરી તેનો ગુપ્ત રીતે ગર્ભપાત કરાવવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ મામલે પોલીસે આરોપી અલ્પેશ વાઘેલા સામે POCSO હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ માટે સઘન તપાસ શરૂ કરી છે. પોલીસમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીએ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જાફરાબાદ પોલીસે BNS અને POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલીના જાફરાબાદમાં સગીરા પર દુષ્કર્મ અને ગર્ભપાત
ગુજરાત, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. હવામાન વિભાગ (IMD) એ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને અરુણાચલ પ્રદેશમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. આગામી 24 કલાકમાં છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લડાખ, ઝારખંડ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આગામી 3 થી 4 દિવસમાં બિહાર, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ સહિત અનેક રાજ્યોમાં વાવાઝોડું અને વીજળી પડવાની આગાહી છે.