મોઢેરા રોડ પર રસ્તો બેસી ગયો, વાહનો 17.5 ડિગ્રી સુધી નમી રહ્યાં છે
મોઢેરા રોડ પર રસ્તો બેસી ગયો, વાહનો 17.5 ડિગ્રી સુધી નમી રહ્યાં છે
Published on: 15th August, 2026

મહેસાણાના મોઢેરા રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે શરૂ કરાયેલ નવી લાઇન નાખવાની કામગીરી બાદ માટી પુરાણની વેઠ હવે વરસાદ શરૂ થતાં સામે આવી છે. વરસાદી પાણી જમીનમાં ઉતરતાં બાયપાસથી શહેર તરફ આવતા માર્ગ પર 7 જેટલા સ્થળે રોડ બેસી ગયો છે. વાહનો 7.5 ડિગ્રીથી લઇ 17.5 ડિગ્રી સુધી એક બાજુ નમી જાય છે, જે ગંભીર અકસ્માતનું જોખમ ઊભું કરે છે. આ અસમતલતા વાહનોનું સંતુલન ખોરવી શકે છે.