મ્યુનિ.ના દાવાની પોલ સામાન્ય વરસાદમાં જ ખૂલી ગઈ: મ્યુનિ. રૂ.1700 કરોડ ટેક્સ લે છે છતાં ગટર ઊભરાવાની જ 28,642 ફરિયાદ
મ્યુનિ.ના દાવાની પોલ સામાન્ય વરસાદમાં જ ખૂલી ગઈ: મ્યુનિ. રૂ.1700 કરોડ ટેક્સ લે છે છતાં ગટર ઊભરાવાની જ 28,642 ફરિયાદ
Published on: 02nd July, 2025

શહેરમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા અને પાયાની સુવિધાની તકલીફને લીધે મ્યુનિસિપાલિટીને જૂનમાં 31,793 ફરિયાદો મળી છે. જેમાં ગટર ઊભરાવવાની 28,642 ફરિયાદો હતી. ગટરની સફાઈ માટે સંસ્થાઓને કરોડો રૂપિયા ચૂકવવા છતાં પરિણામ શૂન્ય છે. વરસાદી પાણી ભરાવાની કંટ્રોલ રૂમને 4360 ફરિયાદ મળી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલાં સફાઈના દાવા પોકળ સાબિત થયા છે. મ્યુનિ. વિપક્ષી નેતા શહેજાદખાન પઠાણે મ્યુનિ. પર આક્ષેપ કર્યો હતો. સૌથી વધુ ફરિયાદ મધ્ય-ઉત્તર ઝોનમાંથી આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષે 1700 કરોડ પ્રોપર્ટી ટેક્સ ઉઘરાવે છે.