પોરબંદરમાં 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી
પોરબંદરમાં 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી
Published on: 15th August, 2026

પોરબંદરમાં 80મા સ્વાતંત્ર્ય દિનની જિલ્લાકક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટરના હસ્તે ધ્વજવંદન સાથે કરવામાં આવશે. નાગરિકોને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થવા વહીવટી વિભાગે અનુરોધ કર્યો છે. કાર્યક્રમમાં શાનદાર પરેડ, દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો અને ડોગ શો જેવા આકર્ષણો પણ હશે. સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા ફુલડ્રેસ રિહર્સલ પણ યોજવામાં આવ્યું છે.