તરણેતર મેળામાં આવતા પ્રવાસીઓની સુવિધા માટે 7 કિમી રોડ રિપેર કરવાની માંગ
તરણેતર મેળામાં આવતા પ્રવાસીઓની સુવિધા માટે 7 કિમી રોડ રિપેર કરવાની માંગ
Published on: 15th August, 2026

સુરેન્દ્રનગરના થાનગઢથી તરણેતરના ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર સુધીનો 7 કિલોમીટરનો માર્ગ અત્યંત બિસ્માર છે. યોગ્ય ઢાળ અને પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે આ રોડ પર ઠેર-ઠેર ખાડા પડ્યા છે. સ્થાનિકો, યાત્રાળુઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સિરામિક ઉદ્યોગના ઓવરલોડ વાહનો અને ભારે વાહનોની અવરજવરથી રોડ ઝડપથી તૂટી જાય છે. સાત દાયકા પછી પણ આ રોડ ટુ-લેન પહોળો બન્યો નથી, જ્યારે દર વર્ષે કામચલાઉ રસ્તાઓ પાછળ વ્યય થાય છે.