વાવથી ગુમ થયેલી યુવતી મુંબઈના સ્લમ વિસ્તારમાંથી હેમખેમ મળી આવી
વાવથી ગુમ થયેલી યુવતી મુંબઈના સ્લમ વિસ્તારમાંથી હેમખેમ મળી આવી
Published on: 27th August, 2026

વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ, વાવ પોલીસે ગુમ થયેલી આયશાબાનુ (ઉં.વ. 23) ને મુંબઈના થાણે સ્થિત કલવા-ખારેગાઉ સ્લમ વિસ્તારમાંથી શોધી કાઢી છે. યુવતી 08/08/2026 ના રોજ ઘરેથી નીકળી ગઈ હતી અને તેની ગુમ જાહેરાત નોંધાઈ હતી. ટેકનિકલ અને માનવ સ્ત્રોતોનો ઉપયોગ કરીને, વાવ પોલીસની ટીમે મુંબઈ પોલીસના સહકારથી તેને શોધી કાઢી. પૂછપરછમાં ફરવા ગયાનું જણાવી, યુવતીએ માતા-પિતા પાસે પાછા ફરવાની ઈચ્છા વ્યક્ત કરતાં, પોલીસે તેને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડી.