CM દ્વારા બ્રિજ માટે મંજૂરી: ગંભીર દુર્ઘટનાના પાંચમા દિવસે રૂ. 212 કરોડના ટેન્ડરને મંજૂરી.
CM દ્વારા બ્રિજ માટે મંજૂરી: ગંભીર દુર્ઘટનાના પાંચમા દિવસે રૂ. 212 કરોડના ટેન્ડરને મંજૂરી.
Published on: 14th July, 2025

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુજપુર પાસે નવો ટુ લેન HIGHLEVEL પુલ બનાવવા માટે રૂ. 212 કરોડ મંજુર કર્યા છે, જે પાદરા અને આંકલાવને જોડશે. આ પુલ ગંભીરા દુર્ઘટનાગ્રસ્ત પુલની સમાંતર બનશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાજેતરમાં સર્વે કરી ડિટેઇલ પ્રોજેક્ટ REPORT તૈયાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મુજપૂર એપ્રોચ રોડને ફોર લેન કરી 7 મિટરનો કરવાનું આયોજન છે. HIGHWAYથી પુલ સુધી પહોંચવાના 4.2 કિલોમિટર માર્ગને ફોર લેન કરવામાં આવશે. આ બન્ને કામ માટે મુખ્યમંત્રી દ્વારા રૂ. 212 કરોડની વહીવટી મંજૂરી પ્રદાન કરવામાં આવી છે. પૂલ બનાવવાની કામગીરી 18 માસમાં પૂર્ણ કરવામાં આવશે અને ટેન્ડરિંગ પ્રક્રીયા આરંભી દેવામાં આવી છે.