નખત્રાણા: કડિયા ધ્રોમાં ડૂબી જવાથી 17 વર્ષીય કિશોરનું મોત, તંત્રની અપીલ છતાં લોકો જોખમી સ્થળે.
નખત્રાણા: કડિયા ધ્રોમાં ડૂબી જવાથી 17 વર્ષીય કિશોરનું મોત, તંત્રની અપીલ છતાં લોકો જોખમી સ્થળે.
Published on: 14th July, 2025

નખત્રાણાના કડિયા ધ્રોમાં 17 વર્ષીય રમજાન તમાચીનું ડૂબી જવાથી મોત થયું. ભુજનો આ કિશોર નાહવા પડ્યો અને પાંચ કલાક બાદ મૃતદેહ મળ્યો. ચોમાસામાં કડિયા ધ્રો કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠે છે, જ્યાં રજાના દિવસે ઘણા લોકો ફરવા આવે છે. તંત્ર દ્વારા જોખમી સ્થળોએ ન જવા અપીલ કરાય છે, પરંતુ કડિયા ધ્રો ખાતે કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી દુર્ઘટના સર્જાઈ.