તાલાલામાંથી ભાવનગરનો ફરાર આરોપી ઝડપાયો: આંકોલવાડી વિસ્તારમાંથી મારામારીના કેસમાં વોન્ટેડ આરોપી સદામ કાતોયારની ધરપકડ
તાલાલામાંથી ભાવનગરનો ફરાર આરોપી ઝડપાયો: આંકોલવાડી વિસ્તારમાંથી મારામારીના કેસમાં વોન્ટેડ આરોપી સદામ કાતોયારની ધરપકડ
Published on: 02nd July, 2025

તાલાલા પોલીસે આંકોલવાડી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ભાવનગરના મારામારી કેસના ફરાર આરોપી સદામ કાળુ કાતોયારની ધરપકડ કરી. તાલાલા પીઆઈ જે.એન. ગઢવીની સૂચનાથી PSI પી.વી. ધનેશાની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું. આરોપી વિરુદ્ધ ભાવનગર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 115(1), 117(2), 352 અને GP એક્ટ 135 હેઠળ ગુનો નોંધાયેલો છે. પોલીસે આરોપીની અટકાયત કરી ભાવનગર પોલીસને જાણ કરી છે. આ ટીમમાં હેડ કોન્સ્ટેબલ મનોજગિરી દિલીપગીરી, ASI કેશવભાઈ સહિત અન્ય પોલીસકર્મીઓ સામેલ હતા.