સુરેન્દ્રનગરના PSI અનિલ નાયર સહિત ગુજરાતના 19 અધિકારીઓને રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક
સુરેન્દ્રનગરના PSI અનિલ નાયર સહિત ગુજરાતના 19 અધિકારીઓને રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક
Published on: 15th August, 2026

સ્વતંત્રતા દિવસ-2026ના પ્રસંગે ગુજરાત રાજ્ય પોલીસ દળના 19 અધિકારીઓ અને કર્મચારીઓને વિશિષ્ટ તથા પ્રશંસનીય સેવાઓ બદલ રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક જાહેર કરાયા છે. સુરેન્દ્રનગરના વાયરલેસ PSI અનિલ શિવરામન નાયરને તેમની પ્રશંસનીય સેવા બદલ આ પ્રતિષ્ઠિત મેડલથી સન્માનિત કરાશે. રાજ્યભરમાંથી 2 અધિકારીઓને વિશિષ્ટ સેવા અને 17 અધિકારી-કર્મચારીઓને પ્રશંસનીય સેવા માટે મેડલ મળશે. અનિલ નાયરની 27 વર્ષની કારકિર્દીમાં 225 પુરસ્કારો, GST અને રોકડ ઇનામો મેળવવાનો રેકોર્ડ છે, જેમણે રેકોર્ડ ડિજિટાઇઝેશન, ડેટા પ્રોસેસિંગ, eGujCop સિસ્ટમ, સાયબર અને ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન દ્વારા અનેક કેસો ઉકેલ્યા છે.