લીલાપુર નદીમાં ટ્રેક્ટર ખાબક્યું : સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા નદીમાં વાહન પડ્યું, ડ્રાઈવરનો બચાવ
Published on: 25th June, 2025
સુરેન્દ્રનગર જિલ્લા, લખતર તાલુકાના લીલાપુર ગામમાં એક ટ્રેક્ટર નદીમાં ખાબકતા ભારે અફરાતફરી સર્જાઇ હતી. દુરશીંગ નામનો ડ્રાઈવર લીલાપુરની સીમામાં આવેલા ખેતરથી ગામ તરફ આવી રહ્યો હતો, ત્યારે નદીના પુલ પર સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતાં ટ્રેક્ટર નદીમાં ખાબક્યું. નદીમાં પાણી ભરેલું હોવાથી ટ્રેક્ટર ડૂબી ગયું હતું, પણ ડ્રાઈવર સુરક્ષિત છે. આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યાં. લખતર તાલુકામાં છેલ્લા સમયથી અકસ્માતો વધ્યા છે, ખાસ કરીને ચોમાસા માં નદી-નાળા પરના નબળા પુલ વાહન ચાલકો માટે જોખમી બન્યા છે.

Published at: June 25, 2025
Read More at દિવ્ય ભાસ્કર