સુરત પાલિકાએ ચોક બજારમાં સ્ટ્રક્ચર હટાવ્યું
સુરત પાલિકાએ ચોક બજારમાં સ્ટ્રક્ચર હટાવ્યું
Published on: 24th August, 2026

સુરત મહાનગર પાલિકા દ્વારા ચોક બજારમાં મેટ્રોના કારણે ટ્રાફિક સમસ્યા સર્જી રહેલા એન્ડ્રુઝ લાઈબ્રેરી પાસેના સ્ટ્રક્ચરને દૂર કરાયું છે. આ કામગીરીથી વાહનચાલકોને આંશિક રાહત મળશે. જોકે, પાલિકા કચેરી તરફ જતી સાંકડી સોપારી ગલીમાં લારીઓ અને કેટલીક રિક્ષાઓના કારણે ફરી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ગલીમાં રિક્ષાઓના અનધિકૃત પ્રવેશ અને લારીઓના દબાણને કારણે ટુ-વ્હીલરચાલકોને મુશ્કેલી પડે છે. આ અંગે રજૂઆતો બાદ પણ પાલિકા અને પોલીસ દ્વારા કાર્યવાહી ન થતા સમસ્યા યથાવત છે.