જામનગર-રાજકોટ હાઈવે પર ધુવાવ પાસે ભયાનક અકસ્માત
જામનગર-રાજકોટ હાઈવે પર ધુવાવ પાસે ભયાનક અકસ્માત
Published on: 24th August, 2026

જામનગર-રાજકોટ હાઈવે પર ધુવાવ ગામ પાસે ગત સાંજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં જામનગર Air Force Station માં ફરજ બજાવતા LAC ગુરજીંદરસિંઘ ગુરમીતસિંઘ અને તેમની પત્ની લવલીન કૌરનું ટ્રાવેલ્સ બસ સાથેની ટક્કરમાં ગંભીર ઈજાઓથી કરુણ મૃત્યુ નીપજ્યું હતું. બંને બુલેટ પર ફરવા નીકળ્યા હતા ત્યારે સામેથી આવતી વરૂડી ટ્રાવેલ્સ સાથે અથડાયા હતા. ઘટનાની જાણ થતાં Air Forceના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે ટ્રાવેલ્સ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.