ભટગામની પ્રા.શાળામાં ગાંધીજયંતિની ભવ્ય ઉજવણી
ભટગામની પ્રા.શાળામાં ગાંધીજયંતિની ભવ્ય ઉજવણી
Published on: 03rd October, 2026

ગાંધીજીની 157મી જન્મજ્યંતિ નિમિત્તે, ઐતિહાસિક દાંડીકૂચ સાથે સંકળાયેલ ભટગામની સરકારી પ્રા.શાળામાં વિશેષ કાર્યક્રમો યોજાયા. શાળાનાં આચાર્ય વિજય પટેલે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દાંડીકૂચના મહત્વ પર પ્રકાશ પાડ્યો. આ પ્રસંગે વ્યસનમુક્તિ અને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા. સ્પર્ધાઓ યોજાઈ, જેમાં વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ અપાયા. શાળા પરિસર અને ગાંધી નિવાસ ખાતે ચરખા કાંતણ, પ્રાર્થના અને સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમો યોજાયા. વિદ્યાર્થીનીઓએ રંગોળી બનાવી આકર્ષણ જમાવ્યું. આ કાર્યક્રમમાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.