વિજાપુરના પેઢામલીમાં સાબરમતી નદીમાંથી ગેરકાયદે રેતી ઉલેચતા 5 ટ્રેક્ટર ઝડપાયા
વિજાપુરના પેઢામલીમાં સાબરમતી નદીમાંથી ગેરકાયદે રેતી ઉલેચતા 5 ટ્રેક્ટર ઝડપાયા
Published on: 14th October, 2026

વિજાપુર તાલુકાના પેઢામલી ગામે સાબરમતી નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ભરેલા પાંચ ટ્રેક્ટરને ખાણ ખનીજ વિભાગની ટીમે ઝડપી પાડ્યા. કોઈપણ રોયલ્ટી પાસ વિના રેતીનું પરિવહન કરતા આ ટ્રેક્ટરોને કબજે કરી 1.44 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. 25 લાખની કિંમતનો મુદ્દામાલ 30 દિવસ માટે પોલીસ મથકે મૂકી દેવાયો.