UG સેમ-૧ પરીક્ષા મુલતવી રાખવા વિદ્યાર્થી સંગઠન દ્વારા કુલપતિને રજૂઆત
UG સેમ-૧ પરીક્ષા મુલતવી રાખવા વિદ્યાર્થી સંગઠન દ્વારા કુલપતિને રજૂઆત
Published on: 18th September, 2026

ભાવનગરની મ.કૃ.ભાવનગર યુનિવર્સિટીમાં UG સેમ-૧માં પ્રવેશ પ્રક્રિયા ૧૧ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેતા વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂર્ણ થયો નથી. વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે પૂરતો સમય મળ્યો નથી, જેના કારણે ૨૮ ઓક્ટોબરના બદલે પરીક્ષા મુલતવી રાખવાની માંગણી કરવામાં આવી છે. આ નિર્ણય વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં લેવાય તેવી યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા કુલપતિને રજૂઆત કરાઈ છે.