ઈમારતોમાં દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?
ઈમારતોમાં દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?
Published on: 30th August, 2026

ભુજના ગેરવાડી વંડીમાં જર્જરીત મકાનની છત પડતાં જૂની ઇમારતોના જોખમી મુદ્દે ફરી ચર્ચા જાગી છે. 2001ના ભૂકંપ બાદ પણ શહેરના પાંચ નાકા અંદર અનેક બિલ્ડિંગો કોઈપણ સમયે ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિમાં છે. તંત્ર માત્ર નોટિસો અને કાગળ પર સર્વે કરીને સંતોષ માની રહ્યું છે. સાંકડા રસ્તાઓને કારણે દુર્ઘટના સમયે બચાવ કામગીરી પણ મુશ્કેલ બનશે. જો મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ? પાલિકા પાસે સાધનો અને નીતિનો અભાવ છે. ઇજનેરોની ટીમ બનાવી રીઅલ-ટાઇમ સર્વે કરી જોખમી બાંધકામો દૂર કરવા અને સુરક્ષિત પુનર્વસનની તાત્કાલિક વ્યવસ્થા કરવી જરૂરી છે.