કચ્છનો ઘડુલી-સાંતલપુર માર્ગની દયનીય સ્થિતિ
કચ્છનો ઘડુલી-સાંતલપુર માર્ગની દયનીય સ્થિતિ
Published on: 30th August, 2026

પશ્ચિમ કચ્છ અને સરહદી વિસ્તારને જોડતો ઘડુલી-સાંતલપર માર્ગ અત્યંત બિસ્માર બનતા 15 કલાક સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો. માર્ગ અને મકાન વિભાગ કે સંબંધિત કંપની દ્વારા કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકો અને વાહનચાલકો મુશ્કેલીમાં છે. હાજીપીર, લુણા જેવા ગામડાઓ માટે જીવાદોરી સમાન આ માર્ગ પર મોટા ખાડા અને કાદવને કારણે વાહનો ફસાયા હતા. આગામી રણ ઉત્સવમાં દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને ભારે અગવડતાનો સામનો કરવો પડશે, જે પ્રવાસન ઉદ્યોગને મોટો આંચકો આપી શકે છે.