ધાર્મિક તહેવારોમાં પર્યાવરણ સુરક્ષા માટે નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટની નવી ગાઇડલાઇન
ધાર્મિક તહેવારોમાં પર્યાવરણ સુરક્ષા માટે નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટની નવી ગાઇડલાઇન
Published on: 30th August, 2026

નવસારી જિલ્લામાં ગણેશોત્સવ અને અન્ય ધાર્મિક ઉત્સવો દરમિયાન પર્યાવરણ સુરક્ષા અને જળ પ્રદૂષણ રોકવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ ગાઈડલાઈન 30 ઓગસ્ટ 2026 થી 28 ઓક્ટોબર 2026 સુધી અમલમાં રહેશે. જાહેરનામા મુજબ, પી.ઓ.પી. (પ્લાસ્ટર ઓફ પેરિસ) મૂર્તિઓનું કુદરતી જળાશયો, નદીઓ અને તળાવોમાં વિસર્જન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. મૂર્તિ નિર્માણમાં ઝેરી કેમિકલ ડાય અને કલરનો ઉપયોગ ટાળવો પડશે, અને મૂર્તિઓની મહત્તમ ઊંચાઈ 12 ફૂટ નક્કી કરાઈ છે. આ નિયમોનું પાલન ન કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.