અમદાવાદમાં ધોધમાર વરસાદના લીધે વાહનો ડૂબ્યાં
અમદાવાદમાં ધોધમાર વરસાદના લીધે વાહનો ડૂબ્યાં
Published on: 23rd July, 2026

અમદાવાદ શહેરમાં લાંબા વિરામ બાદ થયેલા ધોધમાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. માત્ર ત્રણ કલાકના વરસાદમાં મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો અને લોકોને ભારે હાલાકી પડી. કોર્પોરેટ રોડ, આનંદનગર રોડ, આશ્રમ રોડ સહિત અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. સાબરમતી નદીમાં પાણીની આવક વધતાં વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલવાની ફરજ પડી હતી. આ વરસાદે શહેરની ડ્રેનેજ અને ટ્રાફિક વ્યવસ્થા પર પણ સવાલો ઉઠાવ્યા છે.